
તમે એકલા નથી

~300,000,000
લોકો એવા છે જેઓ સિકલ સેલનાં લક્ષણો ધરાવે છે*
~6,400,000
સિકલ સેલ સાથે જીવતા લોકો†
~300,000
બાળકો દર વર્ષે સિકલ સેલ રોગ સાથે જન્મે છે†
*સિકલ સેલનું વહન કરતા લોકો 1 સામાન્ય હીમોગ્લોબિન જનીન અને 1 સિકલ હીમોગ્લોબિન જનીન ધરાવે છે.
†સિકલ સેલ ધરાવતા લોકો 2 સિકલ હીમોગ્લોબિન જનીનો ધરાવે છે અને સિકલ સેલ રોગનાં લક્ષણોનો અનુભવ કરવાની મહદંશે સંભાવના ધરાવશે.
અન્ય ઘણા લોકો સિકલ સેલ રોગથી અસરગ્રસ્ત થયા છે
સિકલ સેલ રોગ એક વારસાગત રોગ છે અને વિશ્વમાં એક સૌથી સામાન્ય પૈકીનો જનીનીય લોહીનો વિકાર છે.
સિકલ સેલ રોગ હજારો વર્ષો પહેલા એવા ક્ષેત્રોમાં ઉદ્ભવ્યો હતો જ્યાં મેલેરીયા વ્યાપક ફેલાયેલો હતો અને ફેલાવાનું ચાલું છે. આફ્રિકામાં તેનાં ઉદ્ભવને કારણે, સિકલ સેલ રોગ પ્રાથમિક રીતે આફ્રિકન મૂળનાં લોકોને અસરગ્રસ્ત કરે છે. બાદમાં એવું સ્થાપિત થયું હતું કે સિકલ સેલ જનીન મેલેરિયા સામે રક્ષણાત્મક બની શકે છે.
સ્થળાંતરણની પેટર્નનાં કારણે, ભૂમધ્ય, મધ્ય પૂર્વિય, કોકેશિયન, ભારતીય, હિસ્પાનિક, મૂળ નિવાસી અમેરિકન અને અન્ય મૂળ ધરાવતા લોકોને પણ અસરગ્રસ્ત કરી શકે છે.

સ્થળાંતરણ સિકલ સેલ રોગનાં લેન્ડસ્કેપને બદલી રહ્યું છે
લોકો તેઓનાં મૂળ દેશોમાંથી ભ્રમણ, કે સ્થળાંતરણ કરતા હોવાથી, સિકલ સેલ રોગ વિશ્વનાં વિભિન્ન ક્ષેત્રોને પ્રભાવિત કરી રહ્યો છે, જેમ કે ઉત્તર અને દક્ષિણ અમેરિકા, અને યુરોપ.
2010 થી 2050 સુધીમાં, સિગલ સેલ રોગ સાથે જન્મતા બાળકોની સંખ્યામાં સમગ્ર વિશ્વમાં 30% વૃદ્ધિ થવાની અપેક્ષા છે.
સિકલ સેલ રોગ વિશેની ખોટી માન્યતાઓ અને તથ્યો
સમગ્ર વિશ્વમાં સિકલ સેલ રોગની જાગૃતિ વધવાથી, આ બિમારી વિશેની ખોટી માન્યતાઓને પડકારવી મહત્વપૂર્ણ છે. નીચેની કલ્પિત વાતો સામાન્ય છે અને રોગ સાથે જીવતા લોકો, તેઓનાં પરિવારો અને સંભાળ લેનારાઓ, મિત્રો, અને આરોગ્ય સંભાળ પ્રદાતાઓને અસર કરી શકે છે. છુપાયેલું તથ્ય જોવા માટે નીચે ખોટી માન્યતા પર ક્લિક કરો.
ખોટી માન્યતા: માત્ર આફ્રિકન મૂળનાં લોકોને સિકલ સેલ રોગ થઇ શકે છે
તથ્ય: સિકલ સેલ રોગ મહદંશે આફ્રિકન મૂળનાં લોકોને અસરગ્રસ્ત કરે છે, પરંતુ તે સમગ્ર વિશ્વમાં વિભિન્ન પ્રાંતોનાં લોકોને પણ અસર કરે છે.
ખોટી માન્યતા: સિકલ સેલ રોગ ચેપી છે
તથ્ય: સિકલ સેલ રોગ એક વારસાગત લોહીનો વિકાર છે; આ બિમારી બિલકૂલ ચેપી નથી! તે માત્ર જન્મથી માતાપિતાઓમાંથી તેઓનાં બાળકોમાં આવી શકે છે.
ખોટી માન્યતા: સિકલ સેલ રોગ ટૂંકા-ગાળાની બિમારી છે
તથ્ય: જોકે કેટલીક દુઃખાવાની કટોકટીઓ ટૂંકા-ગાળાની હોઇ શકે છે, પરંતુ જન્મ સાથે સિકલ સેલ રોગ મેળવતા લોકોને તેઓનાં સમગ્ર જીવનમાં તે રહેશે.
ખોટી માન્યતા: માત્ર એક પ્રકારનો જ સિકલ સેલ રોગ હોય છે
તથ્ય: વાસ્તવમાં સિકલ સેલ રોગનાં ઘણા પ્રકારો હોય છે, જેમાં બિમારીનાં સૌથી સામાન્ય સ્વરૂપ એવા એચએસબીસી (HbSC), એચબીએસ બીટા-થેલેસેમિયા (HbS β-thalassemia), અને એચબીએસએસ (HbSS) નો સમાવેશ થાય છે પરંતુ તેટલાથી સિમિત નથી, તેઓ બિમારીનું સૌથી સામાન્ય સ્વરૂપ છે.
ખોટી માન્યતા: માત્ર સિકલ થયેલા લાલ રક્તકોષો જ દુઃખાવાની કટોકટીઓનું કારણ છે
તથ્ય: આ બાબતમાં માત્ર સિકલ સેલ સિવાય પણ ઘણું બધું રહેલું છે. દુઃખાવાની કટોકટીઓ વાસ્તવમાં શરીરનાં રૂધિર તંત્રનાં અન્ય ઘટકોને સિકલ સેલ રોગ કેવી રીતે અસરગ્રસ્ત કરે છે તેનું પરિણામ છે, માત્ર લાલ રક્તકોષોને જ નહીં.
ખોટી માન્યતા: સિકલ સેલ રોગ ધરાવતા લોકો તેઓને જરૂર ન હોય તો પણ દુઃખાવાની દવા લેતા હોય છે
તથ્ય: દુઃખાવાની કટોકટીઓ ગંભિર બની શકે છે અને તબીબી સામેલગીરીની આવશ્યકતા સર્જાઇ શકે છે, જે સિકલ સેલ રોગની સામાન્ય જટિલતા છે. આ દુઃખાવાની કટોકટીઓ માટે રાહત પ્રદાન કરવા અવારનવાર દુઃખાવાની દવાનાં પ્રિસ્ક્રિપ્શનની આવશ્યકતા સર્જાતી હોય છે.
ખોટી માન્યતા: સિકલ સેલ ધરાવતા લોકો પ્રેરણા વગરનાં હોય છે અને પહેલ કરવાની ઉણપ ધરાવતા હોય છે
તથ્ય: સિકલ સેલ રોગ આ બિમારી ધરાવતા લોકોનાં શરીર, મન અને એકંદર જીવનને અસર કરી શકે છે. એવી આરોગ્યની સમસ્યાઓ હોય છે, જેમ કે થકાવટ અને બેચેની, જેને સિકલ સેલ રોગનાં લક્ષણોની જાણકારી ન હોય તેવા અન્ય લોકો દ્વારા ખોટી રીતે સમજવામાં આવી શકે છે.