
સિકલ સેલ રોગ સાથે
જીવવા માટેની ઉપયોગી ટિપ્સ

સિકલ સેલ રોગનું વ્યવસ્થાપન કરવું ભારેખમ લાગી શકે, પરંતુ નીચેની ટિપ્સ મદદરૂપ થઇ શકે છે:
તમને કોઇ ચિંતાઓ કે પ્રશ્નો હોય તો તેની નોંધ રાખીને વહેલાસર ડૉક્ટરની મુલાકાતો માટે તૈયારી કરો. ત્યારબાદ ડૉક્ટર સાથે વાત કરતી વખતે પ્રામાણિકતાથી બધુ બોલો.
તમારા સિકલ સેલ રોગનું વ્યવસ્થાપન કરવાની વાત આવે, ત્યારે તમારા ડૉક્ટર સાથે ખુલ્લા મનનાં અને પ્રામાણિક રહેવું મહત્વપૂર્ણ છે.
જો તમે સિકલ સેલ રોગ ધરાવતા બાળકનાં માતાપિતા અથવા સંભાળ લેનારા હોવ, તો પુખ્ત સંભાળમાં આઘલ વધવા માટે સંક્રમણનો પ્લાન હોવો મદદરૂપ થઇ શકે છે. ડૉક્ટરો અને અન્ય આરોગ્ય સંભાળ પ્રદાતાઓ સંક્રમણની પ્રક્રિયામાં મદદ કરી શકે છે.
સંક્રમણ અંગે તમારા બાળકનાં પીડિયાટ્રિશિયન સાથે વાત કરવાની ટિપ્સ:
સિકલ સેલ ધરાવતા લોકો પાસે તેઓ આધાર રાખી શકે તેવા પરિવાર અને મિત્રો હોય ત્યારે તેઓને ઓછો ભાર લાગી શકે છે. અન્ય લોકો પ્રદાન કરી શકે તે મદદને ઓછી આંકવી નહીં.
વધારે સિકલ સેલ સંશોધન આ બિમારીનાં આંતરિક કારણો અને સંભવિત ઉપચારોનાં નિર્માણને વધારે સારી રીતે સમજવા તરફ દોરી ગયું છે. યાદ રાખો, તમે એકલા નથી. સિકલ સેલ રોગથી અસરગ્રસ્ત થયેલા લોકો માટે સમગ્ર વિશ્વમાં સહાય જૂથો આવેલા છે. તેમાંથી કોઇ શોધવામાં મદદની જરૂર છે? તમારા ડૉક્ટરને તે અથવા તેણી કોઇ જૂથોની જાણકારી ધરાવતા હોય તો પૂછો. તેઓ કદાચ તમને તમારા વિસ્તારમાં સંસ્થાઓ સાથે જોડી શકે છે.